રહો ઘરમાં !
રહો ઘરમાં ,નીકળશો નહીં બહાર ,
કોરેનાનો છે માત્ર એક જ ઉપચાર.
સઘળા વાયર કાપી નાખો, સંપર્કના,
સમય ભયાનક, કરજો જરા વિચાર.
શાસકો સતર્ક, ,મહામારીને તગડવા,
વહીવટી સૂચનાઓનો કરો સ્વીકાર.
હાહાકાર મચાવ્યો , વાયરસે વિશ્વમાં,
સાથે લડશું ,તો જ થશે જયજયકાર.
નાગરિક તરીકે ફરજ છે આપણી ,
રહેશો નહીં ભાઈ, જરાયે બેદરકાર.
કુટુંબનું -સમાજનું ભલું વિચારજો,
અપેક્ષા રાખે છે તમારામાં સરકાર.
ટોળાશાહી તબાહ કરી દેશે સૌને,
અપીલ નમોની ,કરો સ્વનો દીદાર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment