ગઝલ
લગાગા,લગાગા,લગાગા,લગાગા
કરી છે અમે તો ગઝલની સવારી,
વહે છે કવનમાં રવાની અમારી.
લખી છે હકીકત ક્ષણોની હદોમાં,
થશે ને સમજની કસોટી તમારી.
ભલે એ ગમે તે કહેતો ખુશીથી,
લડે છે કલમની અદાવત વિચારી.
નશામાં ખુમારી રહે છે હમેશાં ,
ભરી છે અહીં તો સુરાની પિયાલી.
બગીચે શબનમી ચમકતી પડી છે,
મદન છે અહીંનો રખડતો મવાલી.
ખુદા તું દઈ દે હવે તો ડહાપણ,
જગતની રસમ છે ,બહુધા સવાલી.
અમાસે ઉલેચ્યું તમસને પરોઢે,
હરખથી ખસે છે, હસે છે દિવાળી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લગાગા,લગાગા,લગાગા,લગાગા
કરી છે અમે તો ગઝલની સવારી,
વહે છે કવનમાં રવાની અમારી.
લખી છે હકીકત ક્ષણોની હદોમાં,
થશે ને સમજની કસોટી તમારી.
ભલે એ ગમે તે કહેતો ખુશીથી,
લડે છે કલમની અદાવત વિચારી.
નશામાં ખુમારી રહે છે હમેશાં ,
ભરી છે અહીં તો સુરાની પિયાલી.
બગીચે શબનમી ચમકતી પડી છે,
મદન છે અહીંનો રખડતો મવાલી.
ખુદા તું દઈ દે હવે તો ડહાપણ,
જગતની રસમ છે ,બહુધા સવાલી.
અમાસે ઉલેચ્યું તમસને પરોઢે,
હરખથી ખસે છે, હસે છે દિવાળી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment