Wednesday, 25 March 2020

એકાંત  !

ઘરમાં  ચૂપચાપ  બેઠો  છે  એકાંત....
ને   બોલે   છે ,  ક્ષણો   એકસામટી....
             એ નથી કરતો  કયારેય  કલ્પાંત !
             ઘરમાં  ચૂપચાપ  બેઠો  છે એકાંત !
છાની  છાની  મનગમતી લય  વહે,
             એમાં ભીંજાય  મારું  તન અને મન,
કોઈક  નર્તન  કરે ,સૂર લહેરીમાં  ને 
             પગ  મારા નાચવા મંડે  મૃદંગ  સંગ  
થાય  રાગ-રાગિણીઓનો  અહીં પ્રપાત !
ઘરમાં  ચૂપચાપ  બેઠો  છે  એકાંત !
              માંહ્યલા  પડદા  ખૂલવા  માંડે,
              આંખોમાં ,સમાય  આખું આકાશ.
શ્વાસના  ધબકારા  હાંફળાં -ફાંફળાં  ને,
ચંચલ  મન  મર્કટ  બની  હૂપાહૂપ કરે 
              ત્યારે  લગામ કસે જગતનો તાત !
              ઘરમાં  ચુપચાપ  બેઠો  છે એકાંત !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment