તાંડવ કરો !
નટરાજ રાજ તમે તાંડવ કરો !
સૃષ્ટિમાંથી દાનવને હવે હણો !
ચોમેર હાહાહાકાર મચાવ્યો એણે ,
કરી ભસ્મ ,ભસ્માસુરને તમે લડો !
વિશ્વ પીડિત :રાક્ષસી શક્તિઓથી,
ખપ્પર મહાકાળીનું ,રક્તથી ભરો !
વેદના પૃથ્વી તણી, શંભુ છે ઘણી,
ત્રીજું નેત્ર ખોલી,પીડા ધરાની હરો.
મહાકાળ છો -દૈત્ય વિનાશક તમે,
કૈલાશ છોડી - પૃથ્વી પર વિચરો.
ગંભીર હાલત-માણસો ભયભીત,
પ્રસન્ન થઈ ,ભોળાનાથ અવતરો.
'કાન્ત'નો પોકાર છે ,પ્રભુ તમને ,
કંઈ ભૂલ થઈ હોય તો વિસરો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
નટરાજ રાજ તમે તાંડવ કરો !
સૃષ્ટિમાંથી દાનવને હવે હણો !
ચોમેર હાહાહાકાર મચાવ્યો એણે ,
કરી ભસ્મ ,ભસ્માસુરને તમે લડો !
વિશ્વ પીડિત :રાક્ષસી શક્તિઓથી,
ખપ્પર મહાકાળીનું ,રક્તથી ભરો !
વેદના પૃથ્વી તણી, શંભુ છે ઘણી,
ત્રીજું નેત્ર ખોલી,પીડા ધરાની હરો.
મહાકાળ છો -દૈત્ય વિનાશક તમે,
કૈલાશ છોડી - પૃથ્વી પર વિચરો.
ગંભીર હાલત-માણસો ભયભીત,
પ્રસન્ન થઈ ,ભોળાનાથ અવતરો.
'કાન્ત'નો પોકાર છે ,પ્રભુ તમને ,
કંઈ ભૂલ થઈ હોય તો વિસરો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment