गमंच है दुनिया सारी
(આજે વિશ્વ રંગભૂમિદિવસ)
'रंगमंच है दुनिया सारी हर इन्सां अभिनेता है …… આ ગીતમાં કવિએ ભલે રૂપક
પ્રયોજયું હોય પરંતુ વાસ્તવિકતા એ જ છે કે આ જગત એક રંગમંચ છે અને આપણે
બધાં કોઈને કોઈ સ્વરૂપમાં અભિનય કરીએ છીએ.કદાચ આ ભાવમાંથી જ રંગમંચ
અસ્તિત્વમાં આવ્યો હશે.
લલિતકળાઓમાં નાટકનું વિશેષ મહત્વ છે. તે બીજી કળાઓનો સુમેળ સાધે છે.તેમાં
ચિત્ર,ગીત,સંગીત,નૃત્ય આ બધું એકત્ર થાય છે.એ જનસામાન્યને સૌથી વધારે પ્રભા-
વિત કરે છે.લોકપ્રિયતામાં પણ તે મોખરે છે.ભગવાન શિવને નટરાજ કહે છે. એટલેજ
કહેવાયું છે,' शत सृष्टि तांडव रचइता नटराज राज नमो न: ......'
સંસ્કૃત નાટકો આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠ છે.સમય જતાં નાટકમાં વિવિધતા આવી.નવા
યુગમાં 'ABSURD'જેવા પ્રયોગો પણ મળ્યા.સિનેમાએ પ્રારંભમાં નાટકને મોટી હાનિ પ-
હોંચાડી પણ પોતાની ખૂબીઓને કારણે નાટક ટકી શક્યા અને ફરી બરાબરીમાં આવીને
ઊભાં !
વિશ્વ રંગમંચની તવારીખ સુવર્ણાક્ષ્રરે લખાયેલી છે. જૂની રંગભૂમિના અનેક સીમા -
સ્તંભો છે.ઈ.સ.1770 માં મુંબઈમાં પહેલું રંગભવન સ્થપાયું.1847 માં રામભાઈએ અમદા -
વાદમાં ભદ્રમાં 'દ્રૌપદી વસ્ત્રાહરણ 'નાટક ભજવ્યું. 1852 માં પહેલી નાટક મંડળી સ્થપાઈ.
મુંબઈમાં પહેલું નાટક 'સોરાબ અને રુસ્તમ 'ભજવાયું.1889 માં 'દેશી નાટક સમાજની '
સ્થાપના થઈ.વર્ષો સુધી 'ભાંગવાડી 'થિયેટરમાં નાટકો ભજવાતા રહ્યા.
ભારતીય નાટ્યવિદ્યાને દુનિયાભરમાં રોશન કરનાર ચન્દ્રવદન મહેતાએ ગુજરાતમાં
અવૈતનિક રંગ ભૂમિનો પાયો નાખ્યો.સંખ્યાબંધ નાટકો લખી ભારતીય નાટ્યવિદ્યાને
જગતના ચોકમાં લઈ જઈ તેનું ગૌરવ સ્થાપવાના પ્રયત્નો કર્યા.ગુજરાત અને ભારતનું
નામ દુનિયાભરમાં રોશન કરવાનું માન એમના ફાળે જાય છે.
'ચંચી'ના હુલામણા નામે જાણીતા ચન્દ્રવદન મહેતા ઉત્તમ નટ ,દિગ્દર્શક, નાટ્યકાર
તરીકે ખ્યાતિ પામ્યા.દેશ-વિદેશના થિયેટરોમાં તેઓ નાટકો લઈને ભમતાં રહ્યાં.અનેક
વિદેશી નાટ્ય સંસ્થાઓ સાથે કામ કર્યું. છ દસકાથી વધુ વખત તેઓ નાટક અને રંગ -
ભૂમિની પૃવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા.
પશ્ચિમી આધુનિક નાટકના પિતામહ ગણાતા 'હાઈન્રીક ઇબ્સન '19 મી સદીમાં થઈ ગયા.
તેઓ નોર્વેમાં જન્મ્યા હતા.તેમણે અનેક નાટકો લખ્યાં છે.તેમનું નાટક 'DOOL HOUSE'
ઘણું લોકપ્રિય છે.ઇબ્સને નાટકને સાદા સ્વરૂપમાં મૂક્યું.સચોટ સંવાદકલા એ એમના નાટકો -
ની ખાસિયત હતી.યુરોપભરમાં નાટ્ય લેખન અને ભજવણીમાં તેમણે નાટકને એક નવું રૂપ
આપીને ક્રાંતિ કરી.
ગુજરાતી રંગભૂમિના કલાકાર જયશંકર સુંદરીએ પોતાના અભિનય દ્વારા લોકોને ઘેલા કર્યા
હતા.વિવિધ પ્રકારના સ્ત્રી પાત્રો સાથે એ એટલા એકાકાર થયા હતા કે લોકોએ તેમને 'સુંદરી '
નું ઉપનામ આપ્યું હતું .અને આ 'સુંદરી' એમની ઓળખ બની ગઈ.આમ રંગભૂમિને જીવંત
રાખવા માટે કેટલાયે કલાકારો-સાધકોએ પોતાનાં બહુમૂલ્ય જીવન ખર્ચી નાખ્યાં.કચ્છની
વાત કરું તો નાટકને જીવતું રાખવા માટે નવરાત્રી દરમિયાન ગામડાઓમાં ભજવતા નાટકોએ

બહુ મહત્વનો ભાગ છે.
મારા ગામ મંજલની (તા.નખત્રાના ) વાત કરું તો નવરાત્રીમાં અમે ઘણા નાટકો
ભજવ્યાં છે.એ વખતે આ નાટકોએ એવી તો ધૂમ મચાવી હતી કે,દૂર દૂરથી લોકો આ નાટકો
જોવા આવતા. ઐતિહાસિક અને સામાજિક નાટકોની રજુઆત લોકોને ગમતી ઐતહાસિક નાટકોમાં
કલાકારો સાચી તલવારનો ઉપયોગ કરતા.'ઝારાનો યુદ્ધ' યાને 'પાંજો કચ્છ મંજલનું
''ever green 'નાટક હતું .જુવાનીના ઝેર','સોનબાઇની ચૂંદડી',સજ્જન કોણ',જય ચિત્તોડ,
'રાષ્ટ્ર ગર્જના',કાદુ મકરાણી',વીરાંગના' જેવાં ત્રિઅંકી નાટકો ભજવતા
આ બધા નાટકોમાં મેં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.આજે પણ 'પૂંજા શેઠ'-'નરેંદ્ર શેઠ'-
'ત્રિલોક'-'અરુણા'-મંગળ રાજ'-દિલીપ'-હરભાઈ જમાદાર' જેવાં મેઁ ભજવેલાં પાત્રો મારાંમાં
જીવે છે.એના સંવાદો આજે પણ મને કંન્ઠસ્થ છે.હા,હું મારા મિત્ર સ્વ.શંકરલાલ જોશી 'અનુજ'
ને યાદ કરું તો આ નાટકોમાં એમની ભૂમિકા મારી સમાંતર રહેતી.વર્ષ 2006 માં ભુજમાં
ભજવાયેલ નાટક 'આકાશ ગંગા'માં મને નયન રાણાના દિગ્દર્શન હેઠળ 'સુંદરલાલ શેઠ'નું
પાત્ર ભજવવાનો મોકો મળ્યો જેમાં તખ્તા પર નામાંકિત કલાકારો પંકજ ઝાલા,રાજેશ દવે,
પ્રકાશ ગોસ્વામી સાથે મેં અભિનયના અજવાળાં પાથર્યાં.
વર્ષ 2013માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રંસગે ગુજરાત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ
'કાછડો બારેમાસ'માં મેં પ્રોફેસર બિસ્ટનું પાત્ર ભજવ્યું.આ કાર્યક્રમમાં ગુજરાતના તત્કાલીન
મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ
પૂરો થયે મંચ પર આવી બધા કલાકારોને મળી અભિનંદન આપ્યા હતા.એ ક્ષણ મારા માટે
અવિસ્મરણીય છે.
No comments:
Post a Comment