-------------------------------સ્પર્શ --------------------------------
................................... ટહુકે વસંતકુંજ કોકિલા રે લોલ
.................................... ઘરમાં ભાભીનાં એવાં ગીત રે
.....................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
.....................................વીરા મારાની મધુર મોરલી રે લોલ,
.....................................નવલા એ રાગ વહે નિત્ય રે,
......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
......................................છોડી પિયરની એણે પાલખી રે લોલ,
......................................મૂકી માયાભરી માત રે,
......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
......................................સહિયરનો સાથ ત્યજયો સામટો રે લોલ,
......................................દાદાનો દૂર કર્યો દેશ રે.
......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
......................................એ તો અમારી અન્નપૂર્ણા રે લોલ,
......................................વીરાના વંશ કેરી વેલ્ય રે.
.......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
+++++++++++++++++(કવિ બોટાદકર )
---------------------------------------------------------------------------
...આપણી ભારતીય સંસ્કૃતિની સંયુક્ત કુટુંબની ભાવનાની અમર છડી પોકારતું
આ ગીત બાળકો પાસે ગાઈને કંઠસ્થ કરાવવા જેવું છે.ભાભી માત્ર ભાઈને પરણતી
નથી,આખા કુટુંબને પરણે છે.પિયરના પ્રેમના સામ્રાજ્યનો ત્યાગ કરીને તે નવા
સામ્રાજ્યમાં આવે છે એવે વખતે આ ગીતમાં પ્રેમાળ નણદ તેની ભાભીના સમગ્ર
આંતરમનને સમજીને જે નવો મધુર સ્નેહ આપે છે તેવોજ સ્નેહ દરેક ભાભીને
સાસરિયામાં મળે તો સંસારમાં સ્વર્ગ રચાય.
----------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.21-12-2013,શનિવાર,11:00 AM )
-----------------------------------------------------------------------------------
No comments:
Post a Comment