Tuesday, 10 December 2013

-----------------હમીરસર-------------------


હમીરસર ઓગને ત્યારે ભુજ ઓગને છે,
એના વિનાની વર્ષાને કયાં કોઈ ગણે છે!

મારું-તારું જોને થઈ જાય પળમાં અમારું ,
ગીતો આ સરોવરના સૌ કોઈ ગણગણે છે.

દાદા,પિતા ને પૌત્ર પાણીમાં પગ ઝબોળે,
ભૂત,વર્તમાન,ભવિષ્ય સાથે ઝળહળે છે.

માનસરથીયે અદકેરું અમારું આ સરોવર,
ભુજિયાના ચિત્તમાંયે કાયમ ખળભળે છે.

નાના હતા મોટા થયા તરીને એના અંકે,
'કાન્ત' પાવડીના ધુબાકા સળવળે છે.
------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++

No comments:

Post a Comment