Monday, 20 May 2019

                                                                 સ્પર્શ 

        આજે  સવારથીજ  આપણું  રાષ્ટ્રગીત  'જનગણમન અધિનાયક ,જય હે ભારત  ભાગ્યવિધાતા ...'મારા 
હોઠ પર રમે છે.વિચારું છું  .....આ ગીત હું ગણગણું  છું,ચિંતન કરું છું  અને એના શબ્દે શબ્દનું મહત્વ મને સમ-
જાય છે.મારી દ્રષ્ટિએ પહેલીજ પંક્તિમાં સૌથી મહત્વનો શબ્દ મન છે.રાષ્ટ્રનો સાચો અધિનાયક કોણ ?ભારત-
નો સાચો ભાગ્યવિધાતા કોણ ?જે જનગણનો નહીં પણ જનગણના 'મન'નો અધિનાયક છે એ ભારતનો ભાગ્ય-
વિધાતા છે.
          અને  આ અધિનાયક માટે વિચારું છું  ત્યારે એક  નામ મને વિશેષ સ્પર્શે છે -નરેદ્રભાઈ મોદી.સાચા અર્થ-
માં એ આજે ભારતના લોકોના મનના અધિનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે.લોકોને લાગ્યું છે કે એ કર્મયોગી છે ,
સત્તામાં રહેવા છતાં જોગી છે,દીર્ઘ દ્રષ્ટા છે,નખશિખ પ્રામાણિક છે.આમ તો એમને સમજવા મુશ્કેલ છે.'મોદી મોદી 
ના પોકાર થતા હોય 'ત્યારે પૃથ્વી-આકાશ પણ એમના નામથી ઉભરાઈ જાય.
          એક  જિંદગીમાં કેટલા સ્વરૂપો છે આ નરેન્દ્રના !બાળપણની નિડરતા ,સંઘર્ષ ,એકાંતવાસ,સંઘનું સાનિધ્ય,
કવિ,પક્ષના નાયક ,આ દેશના વડાપ્રધાન....મને લાગે છે કે,ભારતીય રાજકારણમાં આ માણસે  જેટલી  અવહેલ-
ના સહન કરી છે એટલી કોઈએ નથી કરી.સતત ,કહેવાતા માનવ અધિકારના દંભી સમર્થકોએ મોતના સોદાગર 
થી માંડીને  'ચોર 'સુધીના કંઈ કેટલા વિશેષણોથી એમને નવાજ્યાં છે.મોદી જો આ દેશના વડાપ્રધાન બનશે  તો 
ભારત અંધકાર યુગમાં  જતો રહેશે......મોદી નીચ રાજનીતિ કરે છે.કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું આપણા નેતા-
ઓએ.
            જાણીતા ચિંતક ગુણવંત શાહ  કહે છે,'આ વલણ સેક્યુલર માફિયાગીરી છે.'નરેન્દ્રભાઈએ  આ વિરોધ અને 
અસ્વીકારમાંથી પ્રેરણા મેળવી,દિલ્હી સુધી જવાની રસ્તો બનાવ્યો.એમના પર પડતા પથ્થરમાંથી પગથિયાં રચ્યાં 
અને 2014માં પ્રધાનમંત્રી  પદ સુધી પહોંચ્યા.દેશ માટે અને લોકો માટે કંઈક કરવાની વાત મતદારોએ સ્વીકારી.
નરેન્દ્ર પર વિશ્વાસ મૂક્યો.એમને ખોબલે-ખોબલે મત આપ્યા.પોતાનો સાચો નાયક પસંદ કર્યો.ચૂંટાયા પછી મોદી 
જીએ કહ્યું,'ચાલો,હવે સૌ સાથે મળીને દેશના વિકાસ માટે કામ કરીએ.હું જનતાનો મલિક નહીં પણ સેવક  છું.વહીવટ 
દાર નહીં પણ ચોકીદાર છું.મારો એક જ સંકલ્પ છે આ દેશના જનપદનો વિકાસ,દેશની .અખંડિતતા અને અસ્મિતાની 
રક્ષા.હું મારા દેશવાસીઓમાં જીવવા ઈચ્છું છું.' નરેન્દ્રભાઈ , 23મી તારીખની સવાર ફરી તમારા માટે એક નવો 
સૂર્યોદય લાવી રહી છે.આ રાષ્ટ્ર-ભારતમાતા તમને વડાપ્રધાન તરીકે વધાવવા માટે ઉત્સુક છે......ત્યારે તમે લોકોની 
આશા અને અપેક્ષા પર ખરા ઊતરો  એવી શુભકામનાઓ.
   ભુજ ,તા.21 મેં  2019,મંગળવાર                                                            -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

     

No comments:

Post a Comment