ગઝલ !
ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા, ,ગાલગા
આભમાં વાદળ હશે કે વીજળી ચમકી જશે - પૂછી જુઓ,
આંખમાં કાજળ હશે કે સૂરમો ચટકી જશે- પૂછી જુઓ.
જાગવું છે રાતભર ને રાત છે તારે મઢેલી આપણી,
મદભરી એ બાથમાંહે ઝૂમશે - છટકી જશે - પૂછી જુઓ.
ફૂલનેયે શબનમીની બૂંદ માદક, ચાંદનીમાં લાગતી,
તારલાઓ આ ક્ષણોને ચૂમશે- ભટકી જશે-પૂછી જુઓ.
પવન પાગલ થૈ ગયો છે ,આ ક્ષણોયે નાચતી ને ઝૂમતી,
શાનથી એ એકલોયે ચાલશે - અટકી જશે -પૂછી જુઓ.
આજ તો આ ગઝલનેય દોડવું છે પ્રેમપંથે પ્રેમથી,
છંદ મીટર- માંચડે એ ગરવથી -લટકી જશે પૂછી જુઓ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:
Post a Comment