ગીત !
મારે દ્વારે પધારો બાપુ,
પોત મારી વધારો બાપુ !
રામ નામ-ધૂન લગાવી,
મેકરણ ને જગાડો બાપુ !
માનસના માધ્યમથી ,
મીઠું જળ વહાવો બાપુ !
મોરારી છે નામ તમારું,
અહીં ફૂલ ખિલાવો બાપુ !
એકમેક ને ચાહીએ એવું,
અંતરપટ સજાવો બાપુ !
હાજીપીર ને દત્તાત્રયની ,
એકતાને બિરદાવો બાપુ !
કથા તમારી રણમાં ગૂંજે ,
'કાન્ત'ને બોલાવો બાપુ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment