ગીત
સખી,આજ પિયુની યાદમાં
........................હું સોરવું રે !
છતાં મનના આવેગને હું ,
.........................હું ફોરવું રે !
ધ્રીબંગ ઢોલ શરણાઈ વાગે,
વીંછીઆ ને ઘૂઘરા છો તાગે !
સખી,આજ સોળે શણગાર,
..........................હું દોરવું રે !
ટાઢમાંયે પ્રેમનો તાપ લાગે,
લખલખું તનમાં દોડે-ભાગે !
સખી,આજ ઘરના રાંઘણીયે,
...........................હું મોરવું રે !
મેડીએ ઢોલીયો જો ને જાગે,
સાહ્યબાનો સંગાથ એ માગે !
સખી,પરણ્યાને ભાંગતી રાતે,
...........................હું ચોરવું રે !
નર્યું એકાંત હૈયાને હવે દાગે,
કા-કા-કા બુમરાણ કરી કાગે !
સખી,જીવતરને 'કાન્ત'સાથે ,
...........................હું ઘોરવું રે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment