ખંજન વન !
તું શરમાય છે ત્યારે તારા
ગાલ પર ખંજનવન સર્જાય છે !
હું આ વનમાં મુક્તપણે દોડી જાઉં છું ,
બધાં પ્રતિભાવને છોડી જાઉં છું !
હું તને ઈચ્છું છું ,હું તને ચાહું છું ,
તારા વગર આ જિંદગી હિજરાય છે !
ભાવભરી તારી આ આંખો,
નથી મારી પાસે ઊડવાને પાંખો ,
તને જોઉં હું ધવલ પ્રકાશમાં ,
અને તમસ એકાએક ગભરાય છે !
શું આ એકતરફી પ્રેમ છે ???
કે પછી મારા મનનો કોઈ વહેમ છે ???
અઢી અક્ષરની આ ભાષા,
કયાં જગતને સમજાય છે !!!
હિમ્મત એકઠી કરું છું બોલવાની,
તારી પાસે મારું હૈયું ખોલવાની !
'કાન્ત'આ કોઈ ફિલ્મ નથી જે આપણે
સાથે જોઈએ !
આ લાગણીઓ તો વિરહની કબરમાં દટાય છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment