Sunday, 13 July 2014

           ગીત 

ઢળી  સાંજની વેળા,
...રજની કેમ થયાનાં ભેળાં !

ઊજળો ઊજળો દિવસ ઢળ્યો,
...ઢળશે  કાળી  રાત !

આંખથી  આંસુ  ઝરશે,
...રૂદન  હૈયા  ફાટ !

ગીતોના વન ભડકે બળતાં,
...સૂરો  નીકળે આડા-ટેળાં !

ઢળી સાંજની વેળા,
...રજની કેમ થયાનાં ભેળાં !

શબ્દે શબ્દો મઘમઘ મ્હેકે,
...ઘૂંટાતો  અંધકાર,

કાળની સૂની કેડીએ સૂતા,
...તમે ત્રિમંદિરનો સંચાર !

સાંજે  ફરવા નીકળીએ,
...તમને અમથા મૂક્યા રેઢા!

ઢળી સાંજની વેળા ,
...રજની કેમ થયાના ભેળાં !
--------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------

No comments:

Post a Comment