-------------ગીત------------------
(શાર્દુલ વિક્ર્ડીત)
દર્દ હું સહું અલી વાદળી,
.....મસ્તીથી ભમે શાને એકલી!
ઋતુ છે વરસ મનડું મૂકીને,
.....ભાંગ તું તરશ જીવ સૃષ્ટિની!
નભ મહીં રહે કંઈ વળે નહીં ,
.....ઉતર ધરતી પર જળ બનીને તું !
તું જ છે હવે પ્રાણ વૃષ્ટિનો ,
.....ભેદ છે અહીં ફક્ત દ્રષ્ટિનો !
જીવ તરફડે જળ વિના બધાં ,
.....ગગન છોડીને આવ તો બઈ !
આશ એટલી ખોબા જેટલી,
.....હવે આવવામાં વાર કેટલી?
'કાન્ત' કરગરે દંડવત કરી,
.....ગરજીને વરસ નદીઓ દે ભરી !
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------
(શાર્દુલ વિક્ર્ડીત)
દર્દ હું સહું અલી વાદળી,
.....મસ્તીથી ભમે શાને એકલી!
ઋતુ છે વરસ મનડું મૂકીને,
.....ભાંગ તું તરશ જીવ સૃષ્ટિની!
નભ મહીં રહે કંઈ વળે નહીં ,
.....ઉતર ધરતી પર જળ બનીને તું !
તું જ છે હવે પ્રાણ વૃષ્ટિનો ,
.....ભેદ છે અહીં ફક્ત દ્રષ્ટિનો !
જીવ તરફડે જળ વિના બધાં ,
.....ગગન છોડીને આવ તો બઈ !
આશ એટલી ખોબા જેટલી,
.....હવે આવવામાં વાર કેટલી?
'કાન્ત' કરગરે દંડવત કરી,
.....ગરજીને વરસ નદીઓ દે ભરી !
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------
No comments:
Post a Comment