ગઝલ
ધીમે પગલે આવીને ગયું કોઈ,
પર્ણ લાગણીનું ચાવીને ગયું કોઈ !
હતી તમામ ધારણાઓ આંખમાં,
નજરના તીર ચલાવીને ગયું કોઈ !
જામમાં ચુંબન કરેલા હોઠ ઘાયલ ,
શરાબને તરસાવીને ગયું કોઈ !
મયકદામાં કદીક નાચે બોટલો,
શરાબીને ભરમાવીને ગયું કોઈ !
તું સજા ચાહે પીવાની કંઈ પણ દે,
નશામાં મને તડપાવીને ગયું કોઈ !
ઈશ્કમાં આવું થશે ન્હોતી ખબર,
એના અણસાર આપીને ગયું કોઈ !
વફાની આબરૂ પણ થઈ ઘાયલ,
એને ઢોલિયે બેસાડીને ગયું કોઈ !
***
-'કાન્ત'
ધીમે પગલે આવીને ગયું કોઈ,
પર્ણ લાગણીનું ચાવીને ગયું કોઈ !
હતી તમામ ધારણાઓ આંખમાં,
નજરના તીર ચલાવીને ગયું કોઈ !
જામમાં ચુંબન કરેલા હોઠ ઘાયલ ,
શરાબને તરસાવીને ગયું કોઈ !
મયકદામાં કદીક નાચે બોટલો,
શરાબીને ભરમાવીને ગયું કોઈ !
તું સજા ચાહે પીવાની કંઈ પણ દે,
નશામાં મને તડપાવીને ગયું કોઈ !
ઈશ્કમાં આવું થશે ન્હોતી ખબર,
એના અણસાર આપીને ગયું કોઈ !
વફાની આબરૂ પણ થઈ ઘાયલ,
એને ઢોલિયે બેસાડીને ગયું કોઈ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment