થઈને
આમ્રડાળે ઝૂલે આંબો કેરી થઈને,
પવન પણ હીંચે એને લ્હેરી થઈને.
આંબાવાડીએ કોયલ કૂક્તી મધુરું,
બચપણ કૂદતું મુજમાં શેરી થઈને.
ખટાશ એની લબકારા મારે જીભ પર,
ઓલો પોપટ ઠોલે એને વેરી થઈને.
રસાલની ચીરમાં પ્રકટતું અમૃત કુંભ ,
ડાળે -ડાળે કૂદતું મન ખેરી થઈને .
પાનેતરનાં સજી-ધજીને રંગીન વસ્ત્રો,
પીરસું આમ્રરસ હું લહેરી થઈને.
***
-'કાન્ત'
આમ્રડાળે ઝૂલે આંબો કેરી થઈને,
પવન પણ હીંચે એને લ્હેરી થઈને.
આંબાવાડીએ કોયલ કૂક્તી મધુરું,
બચપણ કૂદતું મુજમાં શેરી થઈને.
ખટાશ એની લબકારા મારે જીભ પર,
ઓલો પોપટ ઠોલે એને વેરી થઈને.
રસાલની ચીરમાં પ્રકટતું અમૃત કુંભ ,
ડાળે -ડાળે કૂદતું મન ખેરી થઈને .
પાનેતરનાં સજી-ધજીને રંગીન વસ્ત્રો,
પીરસું આમ્રરસ હું લહેરી થઈને.
***
-'કાન્ત'
No comments:
Post a Comment