ગઝલ
અવસર, ટહુકો, શબ્દ ને વિચાર વાવું છું .
સપ્તપદીના સાત મંત્રોનો સંસાર વાવું છું .
નથી કોઈ ફરિયાદ , શોક કે અણગમો,
પ્રાણવાયુનો છમ્મલીલો વિસ્તાર વાવું છું .
હું ચાર ફેરાના મંત્રોને ઉકેલું શી રીતે ?
દાંપત્યના પગલે -પગલે પડકાર વાવું છું.
મારા શ્વાસે શ્વાસમાં ફોરમ થઈને મઘમઘે,
કાંટાળી વાડ સળવળે ચમત્કાર વાવું છું.
ઉતારો મળ્યો છે મને નગરમાં મેડીએ,
ગોધુલીના ગોટે -ગોટા ચિક્કાર વાવું છું .
આ સમય , કેટલો થઈ ગયો છે અધીરો,
આચારની શૂન્યતા, ને પ્રચાર વાવું છું .
ઓળખાણ નથી આપવી મારે જમાનાને,
ઓળખી શકો જો મને, અણસાર વાવું છું .
***
-'કાન્ત'
અવસર, ટહુકો, શબ્દ ને વિચાર વાવું છું .
સપ્તપદીના સાત મંત્રોનો સંસાર વાવું છું .
નથી કોઈ ફરિયાદ , શોક કે અણગમો,
પ્રાણવાયુનો છમ્મલીલો વિસ્તાર વાવું છું .
હું ચાર ફેરાના મંત્રોને ઉકેલું શી રીતે ?
દાંપત્યના પગલે -પગલે પડકાર વાવું છું.
મારા શ્વાસે શ્વાસમાં ફોરમ થઈને મઘમઘે,
કાંટાળી વાડ સળવળે ચમત્કાર વાવું છું.
ઉતારો મળ્યો છે મને નગરમાં મેડીએ,
ગોધુલીના ગોટે -ગોટા ચિક્કાર વાવું છું .
આ સમય , કેટલો થઈ ગયો છે અધીરો,
આચારની શૂન્યતા, ને પ્રચાર વાવું છું .
ઓળખાણ નથી આપવી મારે જમાનાને,
ઓળખી શકો જો મને, અણસાર વાવું છું .
***
-'કાન્ત'
No comments:
Post a Comment