વૈશાખ !
ચૈત્રની લૂ દઝાડે છે અમને,
આપીશ નહીં હવે બળબળતો વૈશાખ !
જીવન દીધું તો દેજે જીવવાની આશ !
બારે માસ અમારા આભ નીચે બેસણાં,
જીવતરે લઈ લીધાં છે હવે રૂસણાં !
આપી શકે જો તો આપી દે વિશ્વાસ !
0જીવન દીધું ...
ધોમ ધખતું બપોરું; તડકે પીગાળે,
ત્રાહિમામ પોકારી ગયા આ ઉનાળે !
ભરી દે અમારામાં પરમનો પ્રકાશ !
0જીવન દીધું...
ખુલ્લાં-ખાલીખમ્મ ખેતર અચેતન,
ચાડિયાના માથે ફરકે છે કેતન !
ભેંકાર આ ભોમકામાં શ્વસજે તું શ્વાસ !
0જીવન દીધું ...
ઊંચે આભ-ધરતીમાં નથી રહ્યું પાણી,
પાણીની સરવાણી કયાં જઈ છુપાણી ?
'કાન્ત'ના કૂબામાં હવે કરજે તું વાસ !
0જીવન દીધું...
***
-'કાન્ત'
ચૈત્રની લૂ દઝાડે છે અમને,
આપીશ નહીં હવે બળબળતો વૈશાખ !
જીવન દીધું તો દેજે જીવવાની આશ !
બારે માસ અમારા આભ નીચે બેસણાં,
જીવતરે લઈ લીધાં છે હવે રૂસણાં !
આપી શકે જો તો આપી દે વિશ્વાસ !
0જીવન દીધું ...
ધોમ ધખતું બપોરું; તડકે પીગાળે,
ત્રાહિમામ પોકારી ગયા આ ઉનાળે !
ભરી દે અમારામાં પરમનો પ્રકાશ !
0જીવન દીધું...
ખુલ્લાં-ખાલીખમ્મ ખેતર અચેતન,
ચાડિયાના માથે ફરકે છે કેતન !
ભેંકાર આ ભોમકામાં શ્વસજે તું શ્વાસ !
0જીવન દીધું ...
ઊંચે આભ-ધરતીમાં નથી રહ્યું પાણી,
પાણીની સરવાણી કયાં જઈ છુપાણી ?
'કાન્ત'ના કૂબામાં હવે કરજે તું વાસ !
0જીવન દીધું...
***
-'કાન્ત'
No comments:
Post a Comment