ગઝલ
મન મારા , આ શેની આહટ થઈ ?
તને કોના પગરવની ચાહત થઈ ?
તારે તો રોજ જલસા અને જામ,
કહે, કેટલી ને કેવી ફાવટ થઈ ?
કોણ ટેરવાંથી ટકોરા મારે દ્વારે ?
આજે અહીં શું કોઈ જયાફત થઈ ?
બહુ ઓછા છે જે તને સાંભળી શકે,
ચાલ, તારી વાણીને રાહત થઈ.
ગુસ્સો કર્યો તો તેં આજે 'કાન્ત' પર,
સારું થયું બન્ને વચ્ચે પતાવટ થઈ.
***
-'કાન્ત'
મન મારા , આ શેની આહટ થઈ ?
તને કોના પગરવની ચાહત થઈ ?
તારે તો રોજ જલસા અને જામ,
કહે, કેટલી ને કેવી ફાવટ થઈ ?
કોણ ટેરવાંથી ટકોરા મારે દ્વારે ?
આજે અહીં શું કોઈ જયાફત થઈ ?
બહુ ઓછા છે જે તને સાંભળી શકે,
ચાલ, તારી વાણીને રાહત થઈ.
ગુસ્સો કર્યો તો તેં આજે 'કાન્ત' પર,
સારું થયું બન્ને વચ્ચે પતાવટ થઈ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment