- સ્પર્શ !
- અસ્મિતાપર્વ-19(પ્રથમ દિવસ,તા.19,એપ્રિલ,2016)
- (વિચાર વલોણું)
- *ગુજરાતી કવિતા કેન્દ્રમાં *નાવીન્ય-વિવિધતા લાવવાનો પ્રયત્ન
- *અનુકરણમાંથી ભાષાનો જન્મ *કવિતા એ પરમાત્માની મૂર્તિ છે.
- *આનંદશંકર ધ્રુવ 'વસંત'સામયિક ચલાવતા,સારી કવિતા ન મળે
- તો પાનું કોરું રાખતા *ચાડિયો;મોલની વચ્ચે માણસના દંભનું પ્ર-
- તીક છે*શ્રી અને પૂજ્ય કરતાં બાપુ શબ્દ નજદીક લાગે છે *જેનું
- બાળપણ ગામડામાં વીત્યું છે એની સર્જનશક્તિ બળુકી જણાઈ છે.
- *ગુજરાતનું પોતાનું શાસ્ત્રીય નૃત્ય નથી *લડવાનું કામ લેખકનું ન
- હોય *લેખકને કોઈ અપ્રિય ન હોય *લેખકને અભિપ્રાય હોય પૂર્વ
- ગ્રહ ન હોય *વજુ કોટક બહુ સારી ફલૂટ વગાડતા *રઘુવીર ચૌધરી
- ઢોલક પણ વગાડે છે *કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ઠા,નીતિ અને નમ્રતા
- જરૂરી છે *પૂજામાં અપેક્ષા નથી હોતી *મારા ભાઈની મેડી મારી
- મેડી કરતાં ઉંચી હોય.
- *પ્રકટેલી કવિતાઓ :
- 0લોકો પીએ તમાકુ,કે ગડગડાવે ગડાકુ,
- સીધા સમયની સાથે,અમને પડ્યું છે વાંકું !
- 0મરજાદાને માર રબારણ,નીકળ ઘરની બહાર રબારણ ,
- કપોત ટળવળે ભૂખથી ,નાખો મૂઠી જાર રબારણ.
- 0નવી આશા કરવાનું તું મુલત્વી રાખ મનવા,
- મરેલા એક સપનાનો હજી પણ શોક ચાલે છે.
- 0નદી ચીતરી નાહવા બેઠો,પથ્થર પરપોટાવા બેઠો,
- રક્ત નગરીની બજારે, કોઈ સ્પર્શ વેચાવા બેઠો.
- 0ચલો મત્સ્ય મારા હવે જળ વળોટો,
- જુઓ જળ જાતે પાથરે જાળ જળમાં.
- 0મહેક હું થાઉં ,તું મંચ થા,થાઉં હું ડીનર તો તું લંચ થા,
- ગામનું કલ્યાણ કરીએ આપણે,હું તલાટી તું સરપંચ થા.
- 0તારા જ હાથે ટૂટેલું ને તેં જ ટાંકેલું,
- હર શર્ટ માં;એક એવું બટન હોવું જોઈએ.
- ० वही एकांत सच्चा है जिसे सब छू शकें।
- ***
- -'કાન્ત'
Tuesday, 19 April 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment