કોણ ?
કોણ હત્યા કરે મારી ને
કોણ કરે મને ક્ષીણ ?
પાતાળમાંથી ઉલેચીને,
કોણ કરે મને ઝીર્ણ ?
તળથી ઉપર વહેતાં'તા મારાં વહેણ,
આજે મારું રૂપ જોવા તરસે સૌના નેણ !
કોણ ડસે મને સર્પ બનીને,
કોણ કરે મને ક્ષીણ ?
અમૃત હું, આ પૃથ્વીનો,જીવનો જીવનદાતા,
મારા વિણ,લખશે નહીં કોઈના લેખ વિધાતા.
કોણ મા થી દૂર કરે મને,
કોણ કરે મને ક્ષીણ ?
મારા વણ તડપે આજે ગ્રામ્ય પ્રદેશો ,
કાલે તારો વારો ,સમજી જા આ સંદેશો.
કોણ સૂકવે કાયા મારી,
કોણ કરે મને ક્ષીણ ?
પાણી છું,તારા શરીરનો પોણો હિસ્સો,
હું જ ટકાવી રાખું તારી કાયાનો જુસ્સો.
કોણ ઝૂંટવે મીઠાશ મારી,
કોણ કરે મને ક્ષીણ?
જાગી જા,સમજ; જાગ્યા ત્યાંથી સવાર,
કર વૃક્ષોનું જતન; હજુ નથી થઈ વાર.
મારા એક-એક ટીપાનું કરતો રહે જતન,
અને પછી બોલ કે વ્હાલું મારું વતન.
***
-'કાન્ત'
કોણ હત્યા કરે મારી ને
કોણ કરે મને ક્ષીણ ?
પાતાળમાંથી ઉલેચીને,
કોણ કરે મને ઝીર્ણ ?
તળથી ઉપર વહેતાં'તા મારાં વહેણ,
આજે મારું રૂપ જોવા તરસે સૌના નેણ !
કોણ ડસે મને સર્પ બનીને,
કોણ કરે મને ક્ષીણ ?
અમૃત હું, આ પૃથ્વીનો,જીવનો જીવનદાતા,
મારા વિણ,લખશે નહીં કોઈના લેખ વિધાતા.
કોણ મા થી દૂર કરે મને,
કોણ કરે મને ક્ષીણ ?
મારા વણ તડપે આજે ગ્રામ્ય પ્રદેશો ,
કાલે તારો વારો ,સમજી જા આ સંદેશો.
કોણ સૂકવે કાયા મારી,
કોણ કરે મને ક્ષીણ ?
પાણી છું,તારા શરીરનો પોણો હિસ્સો,
હું જ ટકાવી રાખું તારી કાયાનો જુસ્સો.
કોણ ઝૂંટવે મીઠાશ મારી,
કોણ કરે મને ક્ષીણ?
જાગી જા,સમજ; જાગ્યા ત્યાંથી સવાર,
કર વૃક્ષોનું જતન; હજુ નથી થઈ વાર.
મારા એક-એક ટીપાનું કરતો રહે જતન,
અને પછી બોલ કે વ્હાલું મારું વતન.
***
-'કાન્ત'
No comments:
Post a Comment