ગઝલ
ગોપીની તો ગગરી લાગે,
પગ પકડે તો મગરી લાગે.
વેશ જુદાં ,નોખો અભિનય,
રંગમંચ તો નગરી લાગે.
સામે રણ પાછળ દરિયો,
ઈચ્છાઓ તો જબરી લાગે.
કમખે બાંધ્યાં રૂડાં સ્વપ્નો,
ઊંઘ ઊડે તો અઘરી લાગે.
અચરજ મારું આ શબ્દો છે,
એનું ગુંજન ભમરી લાગે.
મન મૂકીને વરસે હવે તે,
પલળવું બળજબરી લાગે.
'કાન્ત'માગ્યું દૂધ મળ્યું ને,
ભેંસ કોઈ ભગરી લાગે .
***
-'કાન્ત'
ગોપીની તો ગગરી લાગે,
પગ પકડે તો મગરી લાગે.
વેશ જુદાં ,નોખો અભિનય,
રંગમંચ તો નગરી લાગે.
સામે રણ પાછળ દરિયો,
ઈચ્છાઓ તો જબરી લાગે.
કમખે બાંધ્યાં રૂડાં સ્વપ્નો,
ઊંઘ ઊડે તો અઘરી લાગે.
અચરજ મારું આ શબ્દો છે,
એનું ગુંજન ભમરી લાગે.
મન મૂકીને વરસે હવે તે,
પલળવું બળજબરી લાગે.
'કાન્ત'માગ્યું દૂધ મળ્યું ને,
ભેંસ કોઈ ભગરી લાગે .
***
-'કાન્ત'
No comments:
Post a Comment