ગઝલ
ચાલ ઘાયલ આપણે સાથે મળીને રોઈયે ,
દુનિયા તણા દોરંગના ધોખા હવે અહીં જોઈયે.
કોણ છે તું ,ને અહીં કોણ છે તારું સનમ ?
આપણી આ જાતને શાને હવે અહીં ખોઈયે.
બંધ દરવાજા કેમ છે આજે હમદમ દોસ્તના ?
તાળું દીધું છે ડેલીએ શું શંકાનું હવે કોઈયે ?
રામ હો રહીમ હો મરિયમ , મીરાં કે નૂર હો,
નામ પાડયું છે બધાનું એમની જ ફોઈયે.
રહીએ શબદની સાથે ,કાફિયા ગણગણી ગાશે,
'કાન્ત'ના એકાંતમાં પોતે પોતામાં હોઈયે .
***
-'કાન્ત '
ચાલ ઘાયલ આપણે સાથે મળીને રોઈયે ,
દુનિયા તણા દોરંગના ધોખા હવે અહીં જોઈયે.
કોણ છે તું ,ને અહીં કોણ છે તારું સનમ ?
આપણી આ જાતને શાને હવે અહીં ખોઈયે.
બંધ દરવાજા કેમ છે આજે હમદમ દોસ્તના ?
તાળું દીધું છે ડેલીએ શું શંકાનું હવે કોઈયે ?
રામ હો રહીમ હો મરિયમ , મીરાં કે નૂર હો,
નામ પાડયું છે બધાનું એમની જ ફોઈયે.
રહીએ શબદની સાથે ,કાફિયા ગણગણી ગાશે,
'કાન્ત'ના એકાંતમાં પોતે પોતામાં હોઈયે .
***
-'કાન્ત '
No comments:
Post a Comment