Sunday, 10 April 2016

તરસ 

કવિતા તું વરસ !
શબ્દોની લાગી મને તરસ ,
કવિતા તું વરસ !
લાગણીઓ વગરના  બુદ્ધિના 
આંકને શું કરું ?
કઈ 'નેકટાઈ' ને ગળે બાંધીને ફરું ?
થઈ જાય મને પરમના દરશ !
કવિતા તું વરસ !
લાઘવ મારો પ્રાણ બને,
અલંકારોથી સજાવે તને.
ગીત-ગઝલનો થાય પરસ !
કવિતા તું વરસ !
તારીખિયાનો  રસ્તો લઈ જાય,
તહેવાર સુધી.
હું પણ પહોંચું કવિના વહેવાર સુધી.
પ્રસ્તુત થવાનું નિમંત્રણ મળે મને સરસ !
કવિતા તું વરસ !
ગઈકાલની ગલીઓમાં ઘૂમવાનું ન ફાવે,
મને વર્તમાનની એક-એક ક્ષણ  તાવે.
આંગણે  ઝગમગે સૂરોનો ઉરસ !
કવિતા તું વરસ !
                         ***
-'કાન્ત'

No comments:

Post a Comment