ગીત !
આ છે કવિઓનો દરબાર !
અહીં શબ્દોનો છે શણગાર!
કવિતા વહેતી અહીં ખળખળ,
સ્વપ્ન સતાવે અહીં પળપળ.
ગીત -ગઝલ શરમાળ સજની !
0આ છે
ઋતુ વસંતના અહીં છે બેસણાં,
કોયલના ટહુકાની છે એષણા.
પંખીઓનો કિલકાર સજની !
0આ છે
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર વાગે,
કવિઓ કવિતની સાધના માંગે.
ગાજે છે અહીં પડકાર સજની !
0આ છે
સાંધ્યદીપનું પ્રાકટ્ય થાય,
મંદ-મંદ પુલકિત સમીર વાય.
'કાન્ત' કરે પોકાર સજની !
0આ છે
***
-'કાન્ત'
આ છે કવિઓનો દરબાર !
અહીં શબ્દોનો છે શણગાર!
કવિતા વહેતી અહીં ખળખળ,
સ્વપ્ન સતાવે અહીં પળપળ.
ગીત -ગઝલ શરમાળ સજની !
0આ છે
ઋતુ વસંતના અહીં છે બેસણાં,
કોયલના ટહુકાની છે એષણા.
પંખીઓનો કિલકાર સજની !
0આ છે
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર વાગે,
કવિઓ કવિતની સાધના માંગે.
ગાજે છે અહીં પડકાર સજની !
0આ છે
સાંધ્યદીપનું પ્રાકટ્ય થાય,
મંદ-મંદ પુલકિત સમીર વાય.
'કાન્ત' કરે પોકાર સજની !
0આ છે
***
-'કાન્ત'
No comments:
Post a Comment