Monday, 11 April 2016

ગઝલ 

સમયને  પડકાર  કરીને  જીવ્યો   છું ,
પળ પળને , હુંકાર કરીને  જીવ્યો છું.

લાગણીઓને   રાખીને     ખિસ્સામાં,
ક્ષણોને   સાકાર    કરીને   જીવ્યો છું.

મોહતાજ  નથી   થયો    જમાનાનો,
ખુદનો    વિસ્તાર કરીને  જીવ્યો છું.

વાહક  છું   શબ્દોનો   ને   સુરભિનો ,
સૂરોનો  સ્વીકાર કરીને   જીવ્યો  છું.

સત્યમેવ જયતેનો    છું     સંવાહક, 
એને  હું  આધાર કરીને   જીવ્યો છું .

આધુનિક    કૌરવોના     કુરુક્ષેત્રમાં ,
સાતે કોઠાને પાર  કરીને જીવ્યો છું.
                      ***
-'કાન્ત'



No comments:

Post a Comment