Sunday, 24 April 2016

ગીત 

સપનાના   પડછાયા  પહેરીને  મ્હાલું,
સૂતેલી  આંખે  સાહ્યબા હું   તને ભાળું !

સામે   દેખાય    લીલુંછમ્મ    ઉપવન,
ભમરાની જેમ ગુંજારવ કરે મારું  મન.
પંખીઓ પણ ઊડી ઊડી ને બોલે કાલું.
                                  0સૂતેલી આંખે
હવા લહેરાય ને પ્રકટે કુદરતનું ગીત,
કોયલ- કારાયલ  પીરસે મીઠું સંગીત.
પૃથ્વી ને  આભ સમ  માની  હું   ચાલું.
                                  0સૂતેલી આંખે 
દ્રશ્યમાં હું હોઉં , પનઘટ ને  લઉં તેડી,
પાણિયારું મારું, સહિયારી ઉંચી   મેડી.
બાઈજી, નણદબા, કુટુંબ  લાગે વ્હાલું. 
                                  0સૂતેલી આંખે 
મારે  ને  તારે  સાત  ભવનો છે નાતો,
મંદ-મંદ  સમીર   આંગણામાં   વાતો.
કોઈ દિ'  ડેલીને  નહીં  દઉં  હું    તાળું.
                                  0સૂતેલી આંખે.
છતમાં  છકું  નહીં , અછતમાં ન ભાંગુ,
કરું મજૂરી,  ઠાકોરજી  પાસેય ન માગું . 
શિરામણ,રોંઢો,અમૃત સમ લાગે વાળુ.
                         ***
-'કાન્ત'








No comments:

Post a Comment