અસ્મિતા પર્વ !
અસ્મિતાપર્વમાં આરાધના અસ્મિતાની !
મહુવા ગુરુકુળમાં સાધના અસ્મિતાની !
માલણ નદીને કાંઠે શબ્દ-હોંશે લહેરાય,
સાક્ષરોની સંગાથે પ્રાર્થના અસ્મિતાની !
રઘુવીર હો ,વિનોદ કે સાવની તવલકર,
અમીર ખુસરો,રૂમી,ઉપાસના અસ્મિતાની !
શાસ્ત્રીય કંઠસ્યગીત ને તાલવાદ્ય સંગીત ,
આનંદતરંગ દ્વારા પ્રસ્તાવના અસ્મિતાની !
મોરારિના મનપ્રદેશે ન જાણે શું શું ચાલે,
તલગાજરડામાં થશે યાચના અસ્મિતાની !
***
-'કાન્ત'
અસ્મિતાપર્વમાં આરાધના અસ્મિતાની !
મહુવા ગુરુકુળમાં સાધના અસ્મિતાની !
માલણ નદીને કાંઠે શબ્દ-હોંશે લહેરાય,
સાક્ષરોની સંગાથે પ્રાર્થના અસ્મિતાની !
રઘુવીર હો ,વિનોદ કે સાવની તવલકર,
અમીર ખુસરો,રૂમી,ઉપાસના અસ્મિતાની !
શાસ્ત્રીય કંઠસ્યગીત ને તાલવાદ્ય સંગીત ,
આનંદતરંગ દ્વારા પ્રસ્તાવના અસ્મિતાની !
મોરારિના મનપ્રદેશે ન જાણે શું શું ચાલે,
તલગાજરડામાં થશે યાચના અસ્મિતાની !
***
-'કાન્ત'
No comments:
Post a Comment