ગઝલ
ગાલગા,ગાલગા,,ગાલગા,ગાલગા
આગ કોણે લગાવી ,કહે તો ખરો,
જાન કોને બચાવી, કહે તો ખરો.
તૂં ઉઠાવીશ પોતે વજન કેટલું ?
પોઠ કોણે લદાવી , કહે તો ખરો.
આ હૃદયની કહાણી ,જુબાની થશે,
જાંચ કોણે કરાવી , ક્હે તો ખરો.
આ લહેરો દરિયા તણી પૂછતી,
માછલી શેં ફસાવી, કહે તો ખરો.
ચાલ આપી દઉં ,પ્રેમથી જિંદગી,
જાળ શાને બિછાવી ,કહે તો ખરો.
***
-'કાન્ત'
No comments:
Post a Comment