મેહુલા
મયુર કરે છે પોકાર મેહુલા,
વરસી પડ અનરાધાર મેહુલા.
અગનવર્ષા અકળાવે સૌને,
સજી ધજીને થા તૈયાર મેહુલા.
મીં તું માધો;ધરતીનો લાડો,
વાદળાં પર થા સવાર મેહુલા.
છેલ્લાં ડચકાં ભરે હમીરસર ,
સાંભળ એનો ચિત્કાર મેહુલા.
લીલી ઓઢણી ઓઢે ધરા,
અછતને કર તડીપાર મેહુલા.
કાગળના વહાણમાં તરીએ,
કર અમારો બેડો પાર મેહુલા.
***
-'કાન્ત'
મયુર કરે છે પોકાર મેહુલા,
વરસી પડ અનરાધાર મેહુલા.
અગનવર્ષા અકળાવે સૌને,
સજી ધજીને થા તૈયાર મેહુલા.
મીં તું માધો;ધરતીનો લાડો,
વાદળાં પર થા સવાર મેહુલા.
છેલ્લાં ડચકાં ભરે હમીરસર ,
સાંભળ એનો ચિત્કાર મેહુલા.
લીલી ઓઢણી ઓઢે ધરા,
અછતને કર તડીપાર મેહુલા.
કાગળના વહાણમાં તરીએ,
કર અમારો બેડો પાર મેહુલા.
***
-'કાન્ત'
No comments:
Post a Comment