એકલો જા ને !
અમે કોઈ નહીં આવીએ સત્યને દેવા સાથ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
મીઠી ઊંઘમાં સૂતેલી પ્રજા નહીં જાગે,
એને અહીં કરવા જેવું કશું નહીં લાગે.
મા આશાપુરા તને શક્તિ દઈ દે અમાપ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
ઈતિહાસ સાક્ષી છે છેલ્લાં કેટલાંક વર્ષોનો,
મૂલ્ય ચુકવ્યું છે આ નગરે, કંઠની તરશોનો.
તારી જવાબદારીઓને જાતે તું માપ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
ભુજ જીવે ,મરે .સડે કે આંખલાઓ એને નડે,
નપુસંક થઈ ગયેલાઓને શો ફરક પડે ?
છોડી જા 'કાન્ત'ના મનમાં એક અમીટ છાપ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
***
-'કાન્ત'
અમે કોઈ નહીં આવીએ સત્યને દેવા સાથ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
મીઠી ઊંઘમાં સૂતેલી પ્રજા નહીં જાગે,
એને અહીં કરવા જેવું કશું નહીં લાગે.
મા આશાપુરા તને શક્તિ દઈ દે અમાપ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
ઈતિહાસ સાક્ષી છે છેલ્લાં કેટલાંક વર્ષોનો,
મૂલ્ય ચુકવ્યું છે આ નગરે, કંઠની તરશોનો.
તારી જવાબદારીઓને જાતે તું માપ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
ભુજ જીવે ,મરે .સડે કે આંખલાઓ એને નડે,
નપુસંક થઈ ગયેલાઓને શો ફરક પડે ?
છોડી જા 'કાન્ત'ના મનમાં એક અમીટ છાપ !
અધર્મ સામે લડવા એકલો જા તું બાપ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment