ગઝલ
સાદ પાડું હું વરસતા વરસાદને,
ગોરી સંગ પલળતા વરસાદને.
ચાલ જળમાં સંતાકૂકડી રમીએ,
કહે , જલપરી ને કનડતા વરસાદને.
અમારી ભીતર સાવન છુપાયો છે,
રહેશે એટલે જ સરળતા વરસાદને.
કેટલું કઠિન છે આંગણે વહેવું,
સમજાશે કોકની તરલતા વરસાદને.
અરે ! દાદુર બપૈયા બોલવા લાગ્યા,
કળાશે સૂરની મધુરતા વરસાદને.
મન ભરીને ભીંજાવાના આ ખેલમાં,
રિમઝિમ મળે, તડપતા વરસાદને.
કેટલું તોફાન છે વાદળ ને વીજનું,
ધરાનું છે શરણ,ગરજતા વરસાદને.
***
-'કાન્ત'
સાદ પાડું હું વરસતા વરસાદને,
ગોરી સંગ પલળતા વરસાદને.
ચાલ જળમાં સંતાકૂકડી રમીએ,
કહે , જલપરી ને કનડતા વરસાદને.
અમારી ભીતર સાવન છુપાયો છે,
રહેશે એટલે જ સરળતા વરસાદને.
કેટલું કઠિન છે આંગણે વહેવું,
સમજાશે કોકની તરલતા વરસાદને.
અરે ! દાદુર બપૈયા બોલવા લાગ્યા,
કળાશે સૂરની મધુરતા વરસાદને.
મન ભરીને ભીંજાવાના આ ખેલમાં,
રિમઝિમ મળે, તડપતા વરસાદને.
કેટલું તોફાન છે વાદળ ને વીજનું,
ધરાનું છે શરણ,ગરજતા વરસાદને.
***
-'કાન્ત'
No comments:
Post a Comment