ગઝલ
અહીં કોણ કોને કશું આપે છે ?
બધાં પોતાના મીટરથી માપે છે.
દિશાશૂન્ય રસ્તે ન ભટકી જાવ,
ચોક્કસ નિશાની ઘરના ઝાંપે છે.
આ તો છે વહેવાર જગતનો,
સૌ પોતાની કાતરથી કાપે છે.
સોય અને લોચનની વચ્ચે શું ?
નજરુંનો અધિકાર વ્યાપે છે.
કોને મળીને ;વળી છે આ નજર ?
'કાન્ત' કેમ એ આટલી હાંફે છે ?
***
-'કાન્ત'
અહીં કોણ કોને કશું આપે છે ?
બધાં પોતાના મીટરથી માપે છે.
દિશાશૂન્ય રસ્તે ન ભટકી જાવ,
ચોક્કસ નિશાની ઘરના ઝાંપે છે.
આ તો છે વહેવાર જગતનો,
સૌ પોતાની કાતરથી કાપે છે.
સોય અને લોચનની વચ્ચે શું ?
નજરુંનો અધિકાર વ્યાપે છે.
કોને મળીને ;વળી છે આ નજર ?
'કાન્ત' કેમ એ આટલી હાંફે છે ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment