અષાઢી બીજ...!
આજ વરસાદ વરણાગી લાગતો,
આજ મેઘે મઢેલી રાત સારી;
આવી રૂમઝૂમ કરતી ઝૂમતી આવી ,
આવી અષાઢી બીજ અમારી !
વગડામાં કારાયલ કેકારવ કરતો,
કળાયેલ રૂપે મોજથી ફરતો;
આજ જગન્નાથની નીકળે સવારી,
આવી અષાઢી બીજ અમારી !
મીઠી સોડમ પસરાવતી આ ધરતી,
ને 'મીં'ની આજુબાજુ ફરતી;
કરી લીધી એણે પરણવાની તૈયારી,
આવી અષાઢી બીજ અમારી !
દાદુર હોંશભેર રાગ માઢ ગાયે,
વાદળ ને વીજ હૈયે સમાય;
મારા નેણમાં ઊગી નીકળી ક્યારી,
આવી અષાઢીબીજ અમારી !
કચ્છીઓના મનમાં અષાઢ મ્હાલે,
ઘૂમરી લે એ હીંચ તાલે ;
'કાન્ત' ચિતવન લાગે પ્યારી-પ્યારી.
આવી અષાઢી બીજ અમારી !
***
-'કાન્ત'
આજ વરસાદ વરણાગી લાગતો,
આજ મેઘે મઢેલી રાત સારી;
આવી રૂમઝૂમ કરતી ઝૂમતી આવી ,
આવી અષાઢી બીજ અમારી !
વગડામાં કારાયલ કેકારવ કરતો,
કળાયેલ રૂપે મોજથી ફરતો;
આજ જગન્નાથની નીકળે સવારી,
આવી અષાઢી બીજ અમારી !
મીઠી સોડમ પસરાવતી આ ધરતી,
ને 'મીં'ની આજુબાજુ ફરતી;
કરી લીધી એણે પરણવાની તૈયારી,
આવી અષાઢી બીજ અમારી !
દાદુર હોંશભેર રાગ માઢ ગાયે,
વાદળ ને વીજ હૈયે સમાય;
મારા નેણમાં ઊગી નીકળી ક્યારી,
આવી અષાઢીબીજ અમારી !
કચ્છીઓના મનમાં અષાઢ મ્હાલે,
ઘૂમરી લે એ હીંચ તાલે ;
'કાન્ત' ચિતવન લાગે પ્યારી-પ્યારી.
આવી અષાઢી બીજ અમારી !
***
-'કાન્ત'
No comments:
Post a Comment