Friday, 17 June 2016

ગઝલ 

સપ્તપદીના  વિચાર  વાવું  છું,
અગ્નિસાક્ષીએ  સંસાર વાવું છું.

ક્રિયા અને  સાધનામાં છે  ફરક ,
ચાર ફેરાનો  વિસ્તાર  વાવું  છું.

પનઘટથી  પાણીયારા    સુધી,
મારી  મર્યાદાનો સાર વાવું છું .

ઘૂંઘટમાં શરમાય છે મારું દિલ,
સાસરિયામાં  હું પ્યાર વાવું છું .

ઓરડે   દીવો  બળે શ્રદ્ધા તણો ,
સાહ્યબાનો   અધિકાર વાવું છું. 

ભારતીય નારી  નું   સ્વરૂપ છું ,
તુલસીક્યારે  સવાર વાવું   છું.

ઠાકોરજીના ઘરમાં  છે બેસણા,
પંચામૃતમાં એકરાર વાવું   છું.
                   ***
-'કાન્ત'



No comments:

Post a Comment