ગીત
મેઘ !તારી તે પ્રીત,ગરજવાની રીત,
જડ -ચેતનને કરી દે પાગલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
જેઠનો સૂરજ ખીલ્યો સોળે કળાએ,
પણ,તારું તો આગમન નથી.
તડકાના ગરમાવામાં તપી-તપીને,
જીવીએ છીએ અમે મથી-મથી !
મેઘ ! તારાં તે ગીત,મારા મનના છે મીત,
સાંભળીને થઈ જાઉં કાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
બીજ તો રોપ્યાં છે ખેડૂએ ધરતીમાં,
પરસેવોયે પુષ્કળ છે સીંચ્યો.
આશાના દાણા વેર્યા છે હોંશભેર,
સપનાને સાચવીને આંખમાં છે મીંચ્યો !
મેઘ !તારાં તે રૂપ,કદી છાંયડો કદી ધૂપ,
નીરખીને થઈ જાઉં હું ઘાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
એક એક વૃક્ષનું એક એક પાન,
ભૂલી ગયું છે શાન ને ભાન.
હમીરસરમાં પાણી છે ખૂટ્યાં,
નહીં સહી શકે એ તારું આવવાનું લંબાણ!
મેઘ !તારું સ્વરૂપ ,નમે ભલભલા ભૂપ,
પહેરી લે પગમાં તું વીજળીની પાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
***
-'કાન્ત'
મેઘ !તારી તે પ્રીત,ગરજવાની રીત,
જડ -ચેતનને કરી દે પાગલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
જેઠનો સૂરજ ખીલ્યો સોળે કળાએ,
પણ,તારું તો આગમન નથી.
તડકાના ગરમાવામાં તપી-તપીને,
જીવીએ છીએ અમે મથી-મથી !
મેઘ ! તારાં તે ગીત,મારા મનના છે મીત,
સાંભળીને થઈ જાઉં કાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
બીજ તો રોપ્યાં છે ખેડૂએ ધરતીમાં,
પરસેવોયે પુષ્કળ છે સીંચ્યો.
આશાના દાણા વેર્યા છે હોંશભેર,
સપનાને સાચવીને આંખમાં છે મીંચ્યો !
મેઘ !તારાં તે રૂપ,કદી છાંયડો કદી ધૂપ,
નીરખીને થઈ જાઉં હું ઘાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
એક એક વૃક્ષનું એક એક પાન,
ભૂલી ગયું છે શાન ને ભાન.
હમીરસરમાં પાણી છે ખૂટ્યાં,
નહીં સહી શકે એ તારું આવવાનું લંબાણ!
મેઘ !તારું સ્વરૂપ ,નમે ભલભલા ભૂપ,
પહેરી લે પગમાં તું વીજળીની પાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment