ગઝલ
આજ મેં તારો અવતાર જોઈ લીધો,
દ્રઢ વિશ્વાસનો સ્વીકાર જોઈ લીધો !
ભીડ પડે ત્યારે નિરાકાર દોડતો આવે,
દ્રૌપદીના અંતરનો પોકાર જોઈ લીધો !
તારી સાથેનો સંબંધ હેતનો, હેતુ નહીં ,
વ્રજના પ્રેમનો વિસ્તાર જોઈ લીધો !
ગોવર્ધન ધારણ કર્યો તો તેં ગિરિધર,
ટચલી અંગુલિનો ચમત્કાર જોઈ લીધો !
મા જશોદાના ખોળાનો ખૂંદનાર તું,
માટી ભર્યા મોંમાં, કિરતાર જોઈ લીધો !
***
-'કાન્ત'
આજ મેં તારો અવતાર જોઈ લીધો,
દ્રઢ વિશ્વાસનો સ્વીકાર જોઈ લીધો !
ભીડ પડે ત્યારે નિરાકાર દોડતો આવે,
દ્રૌપદીના અંતરનો પોકાર જોઈ લીધો !
તારી સાથેનો સંબંધ હેતનો, હેતુ નહીં ,
વ્રજના પ્રેમનો વિસ્તાર જોઈ લીધો !
ગોવર્ધન ધારણ કર્યો તો તેં ગિરિધર,
ટચલી અંગુલિનો ચમત્કાર જોઈ લીધો !
મા જશોદાના ખોળાનો ખૂંદનાર તું,
માટી ભર્યા મોંમાં, કિરતાર જોઈ લીધો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment