ગઝલ
ઝરમર નહીં, તું મૂશળધાર વરસી જા,
ભીંજવી દે ધરા, સાંબેલાધાર વરસી જા !
તું અચાનક ધસમસતો આવી ચડ,
પાણી પાણી કરી અનરાધાર વરસી જા !
બહાવરો બનીને ભીંજવી દે મસ્તીથી,
ઊંચકીને વાદળું સચરાચાર વરસી જા !
કેટલી તરશ ઉમટી છે ભીતરે સનમ,
ઓગળી જાય બધું, પારાવાર વરસી જા !
તું આવ એટલે કોઈ તરસ્યો ન રહે,
કિનારાને ચૂમી ને મઝધાર વરસી જા !
ચાલ જળમાં ગઝલ ગઝલ રમીયે,
કોઈ મધુર ગીતને વિસ્તાર વરસી જા !
બાપ ,બારે મેઘને ઝટપટ સાબદા કર,
'કાન્ત'ને ને ઠારવા ધારદાર વરસી જા !
***
-'કાન્ત'
ઝરમર નહીં, તું મૂશળધાર વરસી જા,
ભીંજવી દે ધરા, સાંબેલાધાર વરસી જા !
તું અચાનક ધસમસતો આવી ચડ,
પાણી પાણી કરી અનરાધાર વરસી જા !
બહાવરો બનીને ભીંજવી દે મસ્તીથી,
ઊંચકીને વાદળું સચરાચાર વરસી જા !
કેટલી તરશ ઉમટી છે ભીતરે સનમ,
ઓગળી જાય બધું, પારાવાર વરસી જા !
તું આવ એટલે કોઈ તરસ્યો ન રહે,
કિનારાને ચૂમી ને મઝધાર વરસી જા !
ચાલ જળમાં ગઝલ ગઝલ રમીયે,
કોઈ મધુર ગીતને વિસ્તાર વરસી જા !
બાપ ,બારે મેઘને ઝટપટ સાબદા કર,
'કાન્ત'ને ને ઠારવા ધારદાર વરસી જા !
***
-'કાન્ત'
No comments:
Post a Comment