Monday, 20 June 2016

ગઝલ 

શયનખંડમાં  પીડાતા  બે   હોઠ,
રોજ  રાતના  લજવાતા બે હોઠ.

નાગચૂડસા  કોઈ   બાહુપાશમાં,
ક્ષણે  ક્ષણમાં તરડાતા  બે  હોઠ. 

આસવ ચૂસી , આવરણો   લૂંટી,
ઓશિકાં વચ્ચે કચડાતા બે હોઠ.

કર  ઉઘરાવે ,એ   ચાર  ફેરાનો ,
બંધ  બારણે   કરમાતા બે  હોઠ.

સ્ત્રી  નહીં ,  કોઈ  ચીજ  માનીને,
એક જ પક્ષે  ભોગવાતા બે હોઠ.
                     ***
-'કાન્ત'


            



No comments:

Post a Comment