ગઝલ
સોય અને લોચનની વચ્ચે અધિકાર કોનો ?
ભલે સપનામાં તો સપનામાં સ્વીકાર કોનો ?
ત્રાજવું લઈ આ સમય ભલભલાને માપે,
છાતીમાં ઘુમરાતી ક્ષણો પર આધાર કોનો ?
હવે ઈશ્વર પણ મળવા આવ્યો બારણે,
તો રોજ સવારે પજવતો પડકાર કોનો ?
કયાં છે એ રાજવટ ને કયાં છે ખુમારી ?
હવામાં વહેતો નૈતિકતાનો પ્રચાર કોનો ?
નદીઓને સાગર આવી ગયા કબજામાં ,
લપાઈને બેઠેલી લીલનો વિસ્તાર કોનો ?
પાનખરમાં પાન ખરતા રહે કુદરતના,
વસંતમાં બધું લીલું છમ્મ ,ચમત્કાર કોનો ?
***
-'કાન્ત'
સોય અને લોચનની વચ્ચે અધિકાર કોનો ?
ભલે સપનામાં તો સપનામાં સ્વીકાર કોનો ?
ત્રાજવું લઈ આ સમય ભલભલાને માપે,
છાતીમાં ઘુમરાતી ક્ષણો પર આધાર કોનો ?
હવે ઈશ્વર પણ મળવા આવ્યો બારણે,
તો રોજ સવારે પજવતો પડકાર કોનો ?
કયાં છે એ રાજવટ ને કયાં છે ખુમારી ?
હવામાં વહેતો નૈતિકતાનો પ્રચાર કોનો ?
નદીઓને સાગર આવી ગયા કબજામાં ,
લપાઈને બેઠેલી લીલનો વિસ્તાર કોનો ?
પાનખરમાં પાન ખરતા રહે કુદરતના,
વસંતમાં બધું લીલું છમ્મ ,ચમત્કાર કોનો ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment