ગઝલ
હર પળ પીડાતી જાતને જોયા કરું,
પડખા બદલતી રાતને જોયા કરું.
ઊગતી સવારમાં રંગ કોણે ભર્યા ?
રંગીન રચાતી ભાતને જોયા કરું.
કોઈ હદ નથી અહીં ,અનહદ બધું,
હોંશે કરેલી શરૂઆતને જોયા કરું.
જિંદગી એક ખેલ છે,રમવું પડે,
હારી ગયેલા જજબાતને જોયા કરું.
છેતરે છે હવે રસ્તાના ભોમિયા,
સ્વજન કરે એ ઘાત ને જોયા કરું.
રણ હતું, મૃગજળ હતું, હતું અંધારું,
શબનમ તણા પાત ને જોયા કરું .
કાળ સામે બાથ ભરતા અસ્તિત્વને,
'કાન્ત' એ કરેલી વાતમાં જોયા કરું .
***
-'કાન્ત'
હર પળ પીડાતી જાતને જોયા કરું,
પડખા બદલતી રાતને જોયા કરું.
ઊગતી સવારમાં રંગ કોણે ભર્યા ?
રંગીન રચાતી ભાતને જોયા કરું.
કોઈ હદ નથી અહીં ,અનહદ બધું,
હોંશે કરેલી શરૂઆતને જોયા કરું.
જિંદગી એક ખેલ છે,રમવું પડે,
હારી ગયેલા જજબાતને જોયા કરું.
છેતરે છે હવે રસ્તાના ભોમિયા,
સ્વજન કરે એ ઘાત ને જોયા કરું.
રણ હતું, મૃગજળ હતું, હતું અંધારું,
શબનમ તણા પાત ને જોયા કરું .
કાળ સામે બાથ ભરતા અસ્તિત્વને,
'કાન્ત' એ કરેલી વાતમાં જોયા કરું .
***
-'કાન્ત'
No comments:
Post a Comment