ગઝલ
ચોતરફ વાદળાંનો ટંકાર હો,
સાથે વીજળીનો ચમકાર હો.
સૂકી ભઠ્ઠ ધરા જલ વિણ તરશે
વર્ષા હો, હવે મૂશળધાર હો.
ગઝલ હું મેઘની ગાતો ફરું,
કંઠમાં રાગ મેઘમલ્હાર હો.
દાદુર ને બપૈયા શોરગુલ કરે,
કલાપીનો કેકારવ વારંવાર હો.
લીલી ઓઢણી ઓઢે વસુંધરા,
વરુણનો એવો ચમત્કાર હો.
નદીઓ સામે જ ઉભી આ રહી,
સૂકા પટ્ટમાં જળનો સંચાર હો.
હમીરસર પણ નાચવા માંડે,
હવે સૂકો ન કોઈ વિસ્તાર હો.
***
-'કાન્ત'
ચોતરફ વાદળાંનો ટંકાર હો,
સાથે વીજળીનો ચમકાર હો.
સૂકી ભઠ્ઠ ધરા જલ વિણ તરશે
વર્ષા હો, હવે મૂશળધાર હો.
ગઝલ હું મેઘની ગાતો ફરું,
કંઠમાં રાગ મેઘમલ્હાર હો.
દાદુર ને બપૈયા શોરગુલ કરે,
કલાપીનો કેકારવ વારંવાર હો.
લીલી ઓઢણી ઓઢે વસુંધરા,
વરુણનો એવો ચમત્કાર હો.
નદીઓ સામે જ ઉભી આ રહી,
સૂકા પટ્ટમાં જળનો સંચાર હો.
હમીરસર પણ નાચવા માંડે,
હવે સૂકો ન કોઈ વિસ્તાર હો.
***
-'કાન્ત'
No comments:
Post a Comment