ગીત
રણની રેતીને એકવાર સ્પર્શી લઉં,
ઘૂઘવતા દરિયાને જોઈ લઉં આરપાર.
હમીસરનું સૌંદર્ય આંખમાં ભરી લઉં,
દોડી લઉં વોક-વે પર ઝૂમતી સવાર.
કાલની કોને ખબર છે મારા ભાઈ,
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
વાયુ ભલેને આવતો અતિ જોરમાં,
ચેતના મારી નહીં થાય ઘાયલ
જીવતો રહીશ ધરતીના ખોળામાં,
રૂમઝૂમ વાગશે દિશાઓની પાયલ.
ખુલી જશે સઘળાં ભીડેલાં દ્વાર.
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
વાર્તાઓ મારી પણ અહીં કહેવાશે,
નામ મારું કોઈકના હોઠે લેવાશે
સાત સૂરોની સરગમનો બોલશે જાદુ,
દાખલા ગીત ને ગઝલના દેવાશે.
આંગળીના ટેરવાંએ બોલશે વીણાના તાર.
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
મારાં ગીતોની વચ્ચે,સમય થશે ગાંડો,
એ કહેશે વાત એકડે-એકથી માંડો.
હળવે રે હળવે ઘૂંઘટ પટ ખૂલશે ,
સપનાં તૂટયાનું મન પણ ભૂલશે.
શકનમાં -શુભ થાશે સાતેસાત વાર.
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
રણની રેતીને એકવાર સ્પર્શી લઉં,
ઘૂઘવતા દરિયાને જોઈ લઉં આરપાર.
હમીસરનું સૌંદર્ય આંખમાં ભરી લઉં,
દોડી લઉં વોક-વે પર ઝૂમતી સવાર.
કાલની કોને ખબર છે મારા ભાઈ,
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
વાયુ ભલેને આવતો અતિ જોરમાં,
ચેતના મારી નહીં થાય ઘાયલ
જીવતો રહીશ ધરતીના ખોળામાં,
રૂમઝૂમ વાગશે દિશાઓની પાયલ.
ખુલી જશે સઘળાં ભીડેલાં દ્વાર.
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
વાર્તાઓ મારી પણ અહીં કહેવાશે,
નામ મારું કોઈકના હોઠે લેવાશે
સાત સૂરોની સરગમનો બોલશે જાદુ,
દાખલા ગીત ને ગઝલના દેવાશે.
આંગળીના ટેરવાંએ બોલશે વીણાના તાર.
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
મારાં ગીતોની વચ્ચે,સમય થશે ગાંડો,
એ કહેશે વાત એકડે-એકથી માંડો.
હળવે રે હળવે ઘૂંઘટ પટ ખૂલશે ,
સપનાં તૂટયાનું મન પણ ભૂલશે.
શકનમાં -શુભ થાશે સાતેસાત વાર.
આજની ક્ષણોને જીવી લઉં વારંવાર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment