ઇન્દ્રધનુષ !
લાપસીનાં આંધણ મૂક્યાં તને જોઈને ,
આંસુ પણ ખૂટયાં છે હવે મારાં રોઈને.
સોનેરી સૂરજ દેખાયો ,પરોઢિયે ઊગતો ,
ભમરો ઓલા ફૂલના ગાલને ચૂમતો.
ઝાકળ ભીંજવે ભીના સ્પર્શે હર કોઈને.
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને.
દામિની ચમકી આભમાં ,આશા લાવતી,
વાદળાંની ગર્જના,કેવી હાજરી પૂરાવતી.
ઇંદ્રધનુ છવાઈ જા આ આંખોને લોઈને.
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને.
વર્ષાને કહી દે ઓણ સાલ ખેટું નહીં ચાલે,
ચોમાસું હવે અમારાથી છેટું નહીં ચાલે.
ધરતીએ હિજરાતી લીલી ઓઢણી ખોઈને.
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને.
આભલાનો મેઘ ,વાયુનો વેગ રૂડો લાગે,
ઝરમર વરસે ,ને ભીંજાવા ઓરતાં ભાગે.
ધરવ કરવો છે ,આજે મેઘને દોઈ ને,
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને..
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લાપસીનાં આંધણ મૂક્યાં તને જોઈને ,
આંસુ પણ ખૂટયાં છે હવે મારાં રોઈને.
સોનેરી સૂરજ દેખાયો ,પરોઢિયે ઊગતો ,
ભમરો ઓલા ફૂલના ગાલને ચૂમતો.
ઝાકળ ભીંજવે ભીના સ્પર્શે હર કોઈને.
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને.
દામિની ચમકી આભમાં ,આશા લાવતી,
વાદળાંની ગર્જના,કેવી હાજરી પૂરાવતી.
ઇંદ્રધનુ છવાઈ જા આ આંખોને લોઈને.
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને.
વર્ષાને કહી દે ઓણ સાલ ખેટું નહીં ચાલે,
ચોમાસું હવે અમારાથી છેટું નહીં ચાલે.
ધરતીએ હિજરાતી લીલી ઓઢણી ખોઈને.
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને.
આભલાનો મેઘ ,વાયુનો વેગ રૂડો લાગે,
ઝરમર વરસે ,ને ભીંજાવા ઓરતાં ભાગે.
ધરવ કરવો છે ,આજે મેઘને દોઈ ને,
આંસુ પણ ખૂટયાં છે હવે મારા રોઈને..
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment