Friday, 7 June 2019

મોરારિ  !

અહીં  અખંડ ધૂણી  ધખે  નામની   મોરારિ ,
સૌ  કોઈ  માળા  જપે  ,  રામની    મોરારિ.

મલક  છે  આ   મેકરણ  ને ,લાધીબાઈનો ,
પ્રેમ  વહે  અવિરત અહીં મૈયાજી  માઈનો.

પવન અહીં  લખે ,કથા શ્યામની  મોરારિ ,
સૌ    કોઈ   માળા    જપે, રામની  મોરારિ .

કચ્છડો  છે  કામણગારો , માણસાઈ  દૂઝે,
તમારા  જેવો  તપસ્વી  બધી  વાતો બૂઝે .

રણ ને સાગર તપે, કૃપા  ઘામની  મોરારિ ,
સૌ   કોઈ    માળા    જપે, રામની  મોરારિ.

મંગલ  દિન  મંગલ  ઘડી ,અમારે આંગણે ,
અમે    દેવાદાર  થઈ ગયા,તમારે માંગણે . 

અમને હવે નહીં ખપે,કૃપા ગામની મોરારિ ,
સૌ    કોઈ    માળા    જપે,  રામની  મોરારિ .
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









No comments:

Post a Comment