કયાં તું બેઠો છે ?
અરે ઓ ઈશ મમ પ્યારા, જઈને કયાં તું બેઠો છે ?
વચન કર યાદ ગીતાનો, અર્જુનને કોલ દીધો છે.
નથી આ જુલ્મ સહેવાતા, જગતમાં દુષ્ટો છે ફાવ્યા,
બન્યા છે કપટી ઇન્સાનો, હજુ તું કેમ સૂતો છે ?
આ દુનીયામાંહીં સાચાનો ,નથી હિસાબ અંકાતો ,
ઠગારા ને જૂઠાણાથી હવે આ સૃષ્ટી ઉભરાતી,
નથી રહી ધર્મની કિમત,થઈ છે ગ્લાનિ ભારતમાં,
ગીતાના ગાનાર હે કૃષ્ણા, હવે તું આવ ભારતમાં.
સકળ સંસારમાં સઘળે અશાંતિ આજ પથરાણી,
નથી રહી પ્રેમની દોલત, હિંસા છે આજ મહારાણી.
પડી છે ભીડ ભક્તોને, દુર્જનો મોજ બહુ કરતા,
દુઃખી છે સેવકો તારા, સદા એ તને કરગરતા.
હવે તું જન્મ લઈ પૃથ્વી પર,ધર્મની સ્થાપના કરજે,
નહીં તો 'કાન્ત' કળિયુગમાં,વિસર્જન તારું થઈ જાશે.
***
-'કાન્ત '

No comments:
Post a Comment