Wednesday, 15 April 2015

'હું'
કોઈ  છે  જે  મને પૂરેપૂરો  ભરે ,
છું અધૂરો છતાં 'હું'  મુજમાં ફરે !

અચાનક  'હું 'વિસ્તરી  જાય ને,
ગર્વ  ફૂંફાડો  મારી  ભીતરે તરે !

કરું  તો શું  કરું,  એકલો  આ  હું,
સઘળા સદગુણોને મારા એ હરે !

અર્પણ કરું જયારે મારી જાતને,
લાગણીઓમાં 'હું'ચુપચાપ સરે !

એક  લય સંભળાય શ્વાસનો ને,
અંગાર થઈ  તરત 'હું'  ચરચરે !

કોઈ ઉંબર પર ચરણ મૂકું અને, 
મારાથી  આગળ  જ 'હું'  ફરફરે !

રમત રમું  જયારે સંબંધો  સાથે,
આંખ સામે  'કાન્ત'  'હું'  તરવરે !
                    ***
-'કાન્ત'









 

No comments:

Post a Comment