Tuesday, 28 April 2015

ગઝલ !

તું   આવ  તો    વિશ્વાસ   થઈ   જશે,
નહિતર ,પૂનમની અમાસ થઇ જશે !

દિલમાં  વસવા  પરવાનગી    કેવી,
આપોઆપ  એમાં નિવાસ થઈ જશે !

મૃગજળની પાછળ સતત  દોડું   છું  ,
એ પકડાય તો  સહવાસ થઈ   જશે !

અંતે જામ અશ્રુનું પીવાનું  ભાગ્યમાં ,
મોડો  પડું  તો એ ખલાસ થઈ  જશે !

દુનિયા પૂછે છે પ્રશ્ન શો જવાબ આપું ?
સનમ તારો ખરેખર પાસ  થઈ  જશે !

અલ્પ સમજણની છે  મારી   ગઝલ ,
તરન્નુમમાં ગાઉં   કૈલાસ  થઈ  જશે !

પોતાનુજ બિંબ મળે છે   આયનામાં,
જોતાં આવડે તો અજવાશ થઈ જશે !
                          ***
-'કાન્ત'






No comments:

Post a Comment