આંબેડકર !
બંધારણના ઘડવૈયા આંબેડકર,
આઝાદીના લડવૈયા આંબેડકર!
દલિતોના મસીહા ને માર્ગદર્શક,
મઝધારના તરવૈયા આંબેડકર!
ઊભા કુરુક્ષેત્રની કર્મભૂમિ પર એ,
આ દેશના સરવૈયા આંબેડકર !
વખ પણ અમી માનીને પી ગયા,
રાષ્ટ્રવાદના કરવૈયા આંબેડકર !
ઝીલી શકયા એ ભાર ગરીબીનો,
'કાન્ત' સ્નેહમયી મૈયા આંબેડકર !
***
-'કાન્ત'
No comments:
Post a Comment