ગઝલ
મારી ગઝલમાં જીવન લખું છું ,
રણમાં વસું ને ઉપવન લખું છું !
આંખો સૂકાઈ ને નિર્જળ બની ,
ઝુરાપામાં હું સાવન લખું છું !
નિરંતર ચાલે છે મારો બુઢાપો ,
પગલાં પડે ને બચપન લખું છું !
ઊડે છે કાબર ને ઉડે છે ચકલાં ,
મને જે ગમે મનભાવન લખું છું !
ખેતરમાં ઉભેલો ચાડીઓ છું હું ,
પક્ષીની આવન જાવન લખું છું !
નાસ્તિક છું હું અહીં સાચેસાચો,
ખબર નહીં કેમ કવન લખું છું !
મઢુલી છે મારી બારણાં વગરની,
તોયે ગમન ને આગમન લખું છું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment